જામ-રાવલ શહેર : ઔધોગિક માહિતી...
   રાવલ શહેર બાસમતી ચોખાના ઉત્પાદનના કારણે પ્રખ્યાત હતુ.રાવલ ધેડ વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા(સાર) નું વાવેતર થતુ તથા ઉતમ કોટીના ચોખા(બાસમતી) ની નીકાસ કરવામાં આવતી.પરંતુ હાલના સમયમાં જમીન ક્ષારવાળી થઈ ગયેલ હોય તથા પાણીની કટોકટીની કારણે હાલમાં ચોખાનું વાવેતર થતુ નથી.

   રાવલ શહેરનો કુલ ગામ તળ વિસ્તાર ૪૮.૦૦ હેકટર અને જમીન વિસ્તાર ૪૧૭૧ જેટલો છે.આ શહેરની જમીન કાળી છે અને તની આસપાસમાં પણ આજ પ્રકારની જમીન જોવા મળે છે.રાવલ શહેરમાં કોઈ મોટા ઉધોગ ધંધા વિકસેલ ન હોય તેથી રાવલ શહેરની મોટા ભાગની વસ્તીનો વ્યવસાય ખેતી અને ખેતી આધારીત ધંધાનો વ્યવસાય છે.જયારે કેટલાક લોકો વેપાર કરે છે. અને પ૦ ટકા જેટલા લોકો સરકારી નોકરી કરે છે.( જે મોટા ભાગે બહાર ગામ મજુરી અર્થે જાય છે.)કેટલાક લોકો સરકારી નોકરી કરે છે.