જામ-રાવલ શહેર : ઇતિહાસ અને સ્‍થાપત્‍ય ...
       રાવલ શહેર બાસમતી ચોખાના ઉત્‍પાદનના કારણે પ્રખ્યાત થયેલું હતું. રાવલના ઘેડ વિસ્તાર તરીકે ઓળખાતા વિસ્‍તારમાં પુષ્‍કળ પ્રમાણમાં ચોખા (સાર)નું વાવેતર થતું તથા ઉત્તમ કોટીના ચોખા (બાસમતી)ની નીકાસ કરવામાં આવતી. પરંતુ હાલના સમયમાં જમીન ક્ષારવાળી થઇ ગયેલ હોઇ તથા પાણીની કટોકટીના કારણે હાલમાં ચોખાનું વાવેતર થતું નથી. ઉપરાંત રાવલમાં ઐતીહાસીક ખેમરા લોડણની સમાધી આવેલી છે.

       રાવલ શહેર એ કલ્‍યાણપુર તાલુકાના કલ્‍યાણપુર ગામથી ૧૩કિ.મી.ના અંતરે આવેલ છે. જે વિસ્‍તાર ‘રાવલ’ તરીકે પ્રખ્‍યાત છે. રાવલ ગામના અવશેષો દર્શાવે છે કે રાજાશાહી સમય બાદ આ વિસ્તારનું કેટલું મહત્‍વ હતું શહેરમાં બાંધણી ધરાવતાં રહેઠાણના મકાનો જેમાં ઇંટ, ચૂનાનો, માટીનો મહદંશે તથા હાલમાં બેલા પત્થર તથા ઇંટોનો ઉપયોગ થતો જોવા મળે છે.